ન્યુઝ ડે નેટવર્ક.
ઉત્તર પ્રદેશ નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્થાન માં કહ્યું હતું કે ભારતનો રાષ્ટ્રીય ધર્મ એ સનાતન ધર્મ છે.રાજસ્થાન નાં જાલોર માં આ વાત કહેતા ઉત્તર પ્રદેશ નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગળ કહ્યું હતું કે અમારો દેશ સુરક્ષિત થાય, આપણા મહાન બિંદુઓ પુનર્સ્થાપિત થાય,કોઈ કાળખંડ માં જો ધર્મ નાં ધર્મસ્થાનો ને અપવિત્ર કરવામાં આવ્યું હોય તો તેમની પુનઃસ્થાપના માટે અભીયાન ચલાવવમાં આવે,અને આ જ અભિયાન નાં અંતર્ગત તમે જોતા હશો કે આજે અયોધ્યા માં 500 વરસ પછી ભગવાન શ્રી રામ નો ભવ્ય મંદિર સ્થાપિત થવા જઈ રહ્યું છે.ઉત્તર પ્રદેશ નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આ નિવેદન આજે રાજસ્થાન નાં જાલોર ખાતે આપવામાં આવ્યું હતું.