ન્યુઝ ડે નેટવર્ક.
26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ માં હવે કલાકો ની રાહ જોવાઇ રહી છે ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB પ્રથમ વાર આમાં ભાગ લેવા જઈ રહી છે.say no to drugs નાં સંદેશ સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો આ પરેડ નો ભાગ બનશે.આ પ્રથમ વખત બનશે કે જ્યારે ગણતંત્ર દિવસ ની પરેડ માં એજન્સી ભાગ લેશે.આ દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો નાં અધિકારીઓ આયોજન રૂપે આમાં સાથે દેખાશે તેવી માહિતી છે.ઉલ્લેખનીય છે કે દેશ અને રાજ્ય માં ડ્રગ્સ નાં ભરડા માં થી બચાવવા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અહમ ભુમિકા નિભાવી રહ્યું છે.રાજ્ય માં તો અવારનવાર ડ્રગ પેડલર પકડવાના સમાચાર દિવસે ને દિવસે આવતા જ હોય છે.પરંતુ આ ભરડા માં થી યુવાનો ને બહાર કાઢવા સામાજિક સંસ્થાઓ અને લોકોએ પણ ભુમિકા ભજવવી પડશે.