ન્યુઝ ડે નેટવર્ક.
સતત ફ્લોપ ફિલ્મો ને કારણે જેનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે એવા એક સમય નાં સુપરસ્ટાર શાહરુખ ખાન વિશે પૂછાયેલા એક સવાલ સામે અસમ નાં મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાં દ્વારા એવું કહેવાયું હતું કે કોણ શાહરૂખ હું નથી જાણતો.આ બાદ લોક મુખે ચર્ચાએ આ મુદ્દો ચઢ્યો હતો.
શાહરૂખ ખાન ની અપકમિંગ ફિલ્મ પઠાણ માટે દેશ માં વિવાદ નું વાતાવરણ છે.બેશરમ રંગ ગીત નાં કારણે આ વિવાદે જોર પકડ્યું છે.ઘણા બધા રાજ્યો માં વિવિધ સમૂહો દ્વારા આ ફિલ્મ ને પ્રતિબંધિત કરવાની માંગ સાથે બોયકોટ બોલીવુડ સોશિયલ મીડિયા માં ધારદાર હથિયાર સાબિત થઈ રહ્યું છે ત્યારે એક રાજ્ય નાં સીએમ દ્વારા આવો પ્રશ્ન સાંભળતા કદાચ અભિનેતાએ સ્વપ્ને પણ નહિ વિચાર્યું હોય કે કોઈ આવું પણ કહી શકે.
આજે આ વિવાદ નો અંત લાવતા અસમ નાં મુખ્ય મંત્રી હેમંત બિશ્વા સરમાં એ કહ્યું હતું કે હું મારા સમય નાં સિતારાઓ ને ઓળખું છે શાહરૂખ ખાન કોણ છે તે મને ખબર ન હતી પણ શાહરૂખે રાત્રે મને ફોન કરીને પોતાનો પરિચય આપ્યો છે અને અમે એને ફિલ્મ ને લઈને સુરક્ષા ની ખાતરી આપી છે.