“2002 રમખાણો ની ડોક્યુમેન્ટરી બાબતે બ્રિટિશ સંસદ માં હંગામો”

ન્યુઝ ડે નેટવર્ક.
વર્ષ 2002 માં ગુજરાત ના ફાટી નીકળેલા કોમી રમખાણો વિશે એક ખાનગી ન્યુઝ એજેંસી દ્વારા બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટરી વિવાદ નું કારણ બની હતી.આ વિવાદ બ્રિટિશ સંસદ માં હંગામા નું કારણ પણ બન્યું હતું.બ્રિટિશ સંસદ માં પાકિસ્તાની મૂળ નાં સંસદ ઇમરાન હુસેને આ મુદ્દો ઉઠાવતા પીએમ રિશી સુનકે તેની ઝાટકણી કાઢી હતી. સુનકે કહ્યું હતું કે ઉત્પીડન ગામે ત્યાં હોય તે સહન નથી પરંતુ લાંબા સમયથી જે સ્ટેન્ડ છે તે બદલાયું નથી આ મુદ્દે યુકે સરકાર ની સ્થિતિ સ્પષ્ટ છે,આ મુદ્દે અને એ ચરિત ચિત્રણ થી બિલકુલ સહમત નથી જે નરેન્દ્ર મોદી વિશે કરવામાં આવ્યું છે.
બ્રિટન ની જ એક આંતરરાષ્ટ્રીય ખાનગી ન્યુઝ એજેંસી દ્વારા ગુજરાત રમખાણો 2002 પર બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટરી પર બ્રિટિન માં વસતા ભારતીયો દ્વારા જ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ડોક્યુમેન્ટરી થી એક અબજ કરતાં વધુ ભારતીયો ની ભાવનાને ઠેસ પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત 2002 નાં રમખાણો બાદ ગુજરાત માં જન્મેલા કોઈ પણ બાળક અથવા યુવાન ને કરફ્યુ જોયું નથી,ધમાલ કે રમખાણો પણ જોયા નથી.2002 સુધી વર્ષે બે વર્ષે એકાદ વાર આ શબ્દો થી પરિચિત લોકોને આ વિશે વધુ ખબર છે.