“ગેરકાયદેસર ચિકન મટન દુકાનો બાબતે સરકાર ની ઝાટકણી”

ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ.
જાહેર હિતની એક અરજી ની સુનાવણી દરમિયાન સરકાર ની ઝાટકણી કાઢતા હાઇકોર્ટે દરેક જિલ્લાની લીગલ સર્વિસ ઓથોરિટી ને ગેરકાયદે કતલખાનાની વિગત રજૂ કરવા આદેશ કર્યો છે. ગુજરાત રાજ્યમાં ધમધમથી ચિકન -મટનની ગેરકાયદે દુકાનો કેમ બંધ કરાવાતી નથી?એવો વેધક પ્રશ્ન હાઇકોર્ટ સરકાર ને કર્યો છે.હાઇકોર્ટ નાં ચીફ જસ્ટીસ ની ખંડ પીઠે દરેક જિલ્લાની લીગલ સર્વિસ ઓથોરિટીની તેમના જિલ્લા અને તાલુકામાં ધમધમતા ગેરકાયદે કતલખાનાની વિગતો રજૂ કરવા આદેશ કર્યો છે. ખાનગી કંપનીના સર્વે મુજબ 4323 દુકાનો અને કતલખાના સરકારી ચોપડે નોંધાયા જ્યારે 2602 દુકાનો પાસે લાયસન્સ જ દુકાનો સ્ટેમ્પ વગરનું મટન અને ચીકન વેચે છે. કોર્પોરેશનની હદમાં 1354 કતલખાના નોંધાયેલ છે. ખુલ્લામાં વેચાતા મટન સામે ખંડ પીઠે નારાજગી વ્યક્ત કરી સ્ટેટ કમિટીની કાર્યવાહી અંગે રિપોર્ટ માંગ્યો છે. રાજ્યભરમાં લાયસન્સ વગરની ગેરકાયદે ચાલતી ચિકન અને મટનની દુકાનો અંગે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. એવા વેધક સવાલ કર્યા હતા કે, આવી દુકાનો તમે બંધ કેમ કરાવતા નથી? ગેરકાયદેસર ચાલતા કતલખાના પર સરકારે રોક લગાવવા દાદ માંગી છે. અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યભરમાં લાયસન્સ વગરના કતલખાના ધમધમે છે તેને ક્યારે બંધ કરશો? પરંતુ સરકાર તેના પર ધ્યાન આપતી નથી. ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડ પીઠે સરકારને એવી ટકોર કરી હતી કે, તમે ના કરી શકો તો ચીફ સેક્રેટરીને હાજર કરો.