“ભારત નો એક જ ધર્મ એ સનાતન ધર્મ:મોહનજી ભાગવત”

ન્યુઝ ડે નેટવર્ક.
હિન્દુસ્તાન નો એક જ ધર્મ એ સનાતન ધર્મ,મુસ્લિમો મહાનતા નાં ભાવ થી બચે,હિન્દુ અમારી રાષ્ટ્રિય ઓળખાણ,ઇસ્લામ ને કોઈ જ ખતરો નથી,મુસલમાન ને ડરવાની કોઈ જ જરૂર નથી,હિન્દુસ્તાન ને હિન્દુસ્તાન જ રહેવું જોઈએ, આ કહેવામાં આવ્યું રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ નાં વડા મોહનજી ભાગવત દ્વારા. આ નિવેદન બાદ વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા વાદ વિવાદ શરૂ કરી દેવામાં આવ્યું. કોઈએ આને ભડકાઉ ભાષણ ગણાવ્યું તો કોઈએ આને વિભાજન કારી બતાવ્યું. ઉલ્લેખનીય છે સંઘ પ્રમુખ નું આ નિવેદન તેવા સમયે આવ્યું છે કે જ્યારે ભારત થી અલગ થયેલું પાડોસી દેશ પાકિસ્તાન આજે મોંઘવારી નાં ભયંકર પડછાયા ની અંદર તરફડીયા મારી રહ્યું છે.ભારત ના વિભાજન સમયે આ જ સર્વોચ્ચ હોવાનો ભાવ મુહમ્મદ અલી જિન્હા માં હતું જે 2 નેશન થિયરી માં બદલાયું હતું.