“સંત સુરદાસ યોજના અંતર્ગત દિવ્યાંગોની સહાયની રકમમાં વધારાની માંગ કરતા ધારાસભ્ય ધવલસિંહ “

ન્યુઝ ડે નેટવર્ક.
સંત સુરદાસ યોજના અંતર્ગત ૮૦ % કે તેથી વધુ શારીરિક અશક્ત દિવ્યાંગો ( બહેરા – મુંગા, અંધજન કે અન્ય રીતે શારીરિક અશક્ત )ને માસિક ૧૦૦૦/- રૂપિયા સરકારી સહાય આપવામાં આવે છે, જે સહાય રાશીમાં સરકાર દ્વારા વધારો કરી રૂ. ૨૦૦૦/- કરવામાં આવે, તેમજ ૮૦% કે તેનાથી વધુ શારીરિક રીતે અશક્ત અનેક દિવ્યાંગો બી પી એલ સ્કોરના દાખલાના નિયમના કારણે લાભથી વંચિત રહે છે તો સરકાર દ્વારા આ નિયમને દૂર કરવામાં આવે અને દરેક દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવામાં આવે તેમજ 50% દિવ્યાંગ તા ધરાવતા તમામને લાભ આપવામાં આવે તે માટે બાયડ – માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી.