“ધ કાશ્મીર ફાઇલ ની ઓસ્કાર માં એન્ટ્રી”

ન્યુઝ ડે નેટવર્ક.
વર્ષ 2022 ની બહુ ચર્ચિત ફિલ્મ કાશ્મીર ફાઇલ ને ઓસ્કાર માં પ્રવેશ મળવાના સમાચાર છે.આ બાબતે ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી.
કાશ્મીર માં થયેલ નરસંહાર પર બનેલી ફિલ્મ ધી કાશ્મીર ફાઈલ ને ઓસ્કાર માં એન્ટ્રી મળવાથી ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને સમર્થકો ઉત્સાહ માં છે તો એક એવો વર્ગ પણ છે જે જેમને કાશ્મીરી પંડિતોએ ભોગવેલો નરસંહાર પર પ્રશ્નાર્થ મૂકેલા છે.ઉલેખનીય છે કે આ ફિલ્મ રિલીઝ થયા બાદ ઘણા એવા લોકો હતા કે જેમને પીડિતો માં કાશ્મીરી પંડિતો નાં ઉલ્લેખ થી વાંધો હતો પરંતુ હકીકત માનવી રહી કે કાશ્મીરી પંડિતો એ પોતાના ઘર બાર સંપતિ છોડીને કાશ્મીર થી ભાગવું પાડ્યું હતું.મહિલાઓ પર આતંકીઓ દ્વારા થયેલ અત્યાચાર પણ કાલ્પનિક નહતા.