ન્યુઝ ડે નેટવર્ક.
સામાન્ય જન માટે અનુશાસન બાબતે પોલીસ કર્મીઓ હમેશા એક લક્ષ્યાંક રહેતા હોય છે.કેટલી વાર સોશિયલ મીડિયા પર હેલ્મેટ વગર બાઇક ચલાવતા પોલીસ કર્મી, ચાલુ બાઇક ફોન પર વાતો કરતા પોલીસ કર્મી નાં વિડિયો લોકો દ્વારા બનાવવામાં આવે છે અને વાઇરલ કરી દેવામાં આવે છે.જેના પનીશમેંટ પણ તેમને મળે છે.આ વખતે પોલીસ કર્મીઓ ને સજા કરવાનું કામ પ્રજા નું નહિ પોતે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
અમદાવાદ રૂરલ માં અને અન્ય જગ્યાઓ પર પણ ફરજ બજાવતા અને ગેરહાજર રહેતા પોલીસ કર્મીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો બન્યો છે.જે પોલીસ કર્મીઓ છેલ્લા એક વર્ષ થી ગેરહાજર રહેતા હતા તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે.આ એક્શન અમદાવાદ ગ્રામ્ય પીઆઈ દ્વારા લેવામાં આવ્યો છે.ખોટી હાજરી અને પ્રોત્સાહક પીઆઈ પણ આ સસ્પેન્ડ લોકો માં સામેલ છે.આ પોલીસ કર્મીઓ છેલ્લા 1 વર્ષથી કામ નહોતા કરતા.જ્યારે કે 12 કર્મીઓ અમદાવાદ જિલ્લા બહાર જ રહેતા હતા. છેલ્લા 1 વર્ષથી કામ નાં કરવાનાં કારણે અને હાજર ન રહેવાના કારણે આ તમામ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આમ ગ્રામ્ય એસપી વસાવાએ મોટી કાર્યવાહી કરી હતી.