“જોશી મઠ સમસ્યા પર કેન્દ્ર ચિંતિત,ઉચ્ચસ્તરીય બેઠક”


તીર્થસ્થાનો ધરાવતા ઉત્તરાખંડ રાજ્ય નાં જોશી મઠ માં ઉદ્ભવેલી સમસ્યા થી કેન્દ્ર સરકાર પર ચિંતિત બની છે .વડાપ્રધાન મોદીએ રવિવાર બપોરે ઉત્તરાખંડ નાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી કરીને એક્શન પ્લાન અંગે વાત કરી હતી.
જોશી મઠ માં મકાન માં પડતી તિરાડો અને અન્ય સંકેતો ને ધ્યાન માં રાખીને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પણ હરકત માં આવી છે.ઉત્તરાખંડ માં ઘસી રહેલા શહેર જોશી મઠ ને બચાવવા કેન્દ્ર સરકાર એક્શન મોડ માં આવી છે. ભુ વેજ્ઞાનીક સર્વે શરૂ કરવામાં આવ્યા છે.અસરગ્રસ્ત લોકો ને સુરક્ષિત જગ્યા ખસેડવામાં આવી રહ્યા છે.દોઢ કિલોમીટર વિસ્તાર ને આફતગ્રસ્ત જાહેર કરાયો હતો.અસુરક્ષિત ભવનો ને તોડી પાડવા, ફેબ્રિકેટેડ મકાનો બનાવવા,ટનલ નિર્માણ અને ગેરકાયદેસર વિસ્ફોટો ની જાણ માટે સમગ્ર વિસ્તાર માં સિસ્મિક સેન્સર લગાવવા,પાણી ઝરવાની તપાસ માટે નેશનલ ઇન્સ્ટટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી ની મદદ ,શહેર ની વહન ક્ષમતા અધ્યયન, ભોગોલિક પરિસ્થિતિ પ્રમાણે નિર્માણ,માટી ની પકડ અને ક્ષારણ ટેકનિકલ તપાસ વગેરે માટે આઈ આઈ ટી રુરકી ની ટીમ ની મદદ લેવામાં આવશે .
આ અંગે ગઈ કલ સાંજે પીએમઓ માં મુખ્ય સચિવ પી.કે.મિશ્રાએ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.ઉત્તરાખંડ નાં ચીફ સેક્રેટરી એસ.એસ.સંધુએ જણાવ્યું હતું કે આ બેઠક માં જોશી મઠ ની મુલાકાત લેનારા તમામ નિષ્ણાત હતા.