“માલપુર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોને જોડતા ડામર રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું”

ન્યુઝ ડે નેટવર્ક.
ગઈ કાલે બાયડ – માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં માલપુર તાલુકાના રંભોડા ચમારવાસ ફળીથી વેરાઈ માતા મંદિરને જોડતા ડામર રોડ, હેલોદર સ્ટેટ હાઇવેથી લાલપુર ભગતફળી ને જોડતા ડામર રોડ, ચોરીવાડ ચોકપાઇ ફળીથી સરદારખાંટ ને જોડતા ડામર રોડ, ડબારણ થી હેલોદર હાઇવે ને જોડતા ડામર રોડ, કાંકરી ટીંબા થી કાનેરા ને જોડતા ડામર રોડ, નાથાવાસ બળિયાદેવ થી સામિતેડ પાકા રોડને જોડતા ડામર રોડ અને ઢુંઢર વાવડી ડામર રોડનું ખાત મુહૂર્ત ગ્રામજનોના હસ્તે કરવામાં આવ્યું હતું.
ખાત મુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ભારતીય જનતા પાર્ટીના તાલુકા સદસ્યો, સરપંચો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનું સ્વાગત બાળકીઓએ કુમ કુમ તિલક કરીને કર્યુ હતું. ડામર રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવતાં વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગ પૂરી થઇ હતી.