“મહુવા,છોટા ઉદેપુર અને અમદાવાદ નાં શાહીબાગ માં આગ ની દુર્ઘટનામાં 3 લોકોના મૃત્યુ”

ન્યુઝ ડે નેટવર્ક.
આજે સમગ્ર રાજ્ય માં અલગ અલગ જગ્યા આગ નાં કારણે બનેલી દુર્ઘટનાઓ માં ત્રણ લોકો નાં મૃત્યુ થયા છે.
મહુવા માં ભાવનગર હાઇવે પર એસેન્ટ કાર અકસ્માત ના કારણે ડીવાઈડર કૂદીને રોંગ સાઇડ આવી જતા સામે થી આવતા ટેન્કર માં ભટકાઈ હતી જેથી કાર માં આગ લાગી ગઈ હતી.ફાયર ફાઇટર પહોંચે તે પહેલાં કાર માં.બેઠેલા વ્યક્તિનું મૌત થયું હતું.
બીજી ઘટના માં વડોદરાના નિવાસી હિતેશભાઈ પટેલ પોતાની સીએનજી વેગન આર કાર લઈને છોટા ઉદેપુર જિલ્લામાં થી પસાર થઈ રહ્યા હતા ત્યારે કારમાં આગ ફાટી નીકળતા તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું.
ત્રીજી ઘટના અમદાવાદ શહેર માં શાહીબાગ વિસ્તાર માં ગ્રીન ઓર્કિડ કોમ્પલેક્ષ માં આગ લાગી જતાં ફસાયેલા લોકોને બચાવી સારવાર માટે હોસ્પિટલ માં મોકલવામાં આવ્યા હતા જ્યાં એક કિશોરીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.