ન્યુઝ ડે નેટવર્ક.
ચાઇનીઝ દોરી થી બનતી જીવલેણ ઘટનાઓ અને ગુજરાત હાઇકોર્ટ ની ટકોર બાદ પોલીસ તંત્ર એક્શન માં છે.ચાઇનીઝ દોરીના ખરીદ વેચાણ અને સંગ્રહ ને રોકવા પોલીસ તંત્ર એડી ચોંટી નો જોર લગાવી રાખ્યું છે.ગુજરાત હાઇકોર્ટ માં થયેલી જાહેર હિતની અરજી પર હાઇકોર્ટ ની ઝાટકણીબાદ બાદ પોલીસ તંત્ર આ મુદ્દે ગંભીર દેખાઈ રહ્યું છે.
આ બાબતે અમદાવાદ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના ખરીદ વેચાણ અને સંગ્રહ ને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.ચાઇનીઝ દોરી પર કેટલાય વર્ષોથી પ્રતિબંધ હોવા છતાં હજુ પણ એના જથ્થા મળી આવે છે.કોઈ પણ વ્યક્તિ પાસે થી ચાઇનીઝ દોરી અથવા તુક્કલ નો જથ્થો મળી આવશે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવશે.અત્યાર સુધી શહેર માં લગભગ આ બાબતે 170 થી વધુ કેસ કરવામાં આવ્યા છે.પોલીસ ની અલગ અલગ ટીમ પણ આ વિષય ને લઈને વોચ રાખી રહી છે.
વર્ષોથી આ દોરી પર પ્રતિબંધ છતાં લગભગ 900 જેટલા ટેલર સાથે દાણીલીમડા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.સરદારનગર પોલીસ દ્વારા પણ 29 ટેલર સાથે એક આરોપીની ધરપકડ કરી છે.અમરાઈવાડી પોલીસે 69 ચાઇનીઝ દોરી ટેલર સાથે એક આરોપી ની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીના કારણે માનવીય જીવ ને નુકસાન સાથે પક્ષીઓ નું જીવ પણ ઉતરાયણ બાદ પણ કેટલાય દિવસો સુધી લેવાતા હોય છે ત્યારે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સંપૂર્ણ પણે નાબૂદ થાય એ ખૂબ જરૂરી છે.