ન્યુઝ ડે નેટવર્ક.
કસ્ટડી માં રહેલા આરોપી ની મૃત્યુ નાં સંદર્ભ માં સજા ભોગવી રહેલા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ ને સુપ્રીમ કોર્ટ ની ફટકાર નો સામનો કરવો પડ્યો છે.મળતી માહિતી મુજબ આજીવન કેદની સજા ભોગવી રહેલા સંજીવ ભટ્ટે સજા પર પુનર્વિચાર કરવા માટે અરજી કરી હતી જેની સુનાવણી માં થી જસ્ટિસ શાહ ને અલગ થઈ જવા માટે અનુરોધ કર્યો હતો.જેની સામે કોર્ટે નારાજગી દર્શાવી હતી.જસ્ટિસ સી ટી રવિ કુમાર અને જસ્ટિસ એમ આર શાહે પાત્ર લખીને સંજીવ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે તેમનું વર્તન કોર્ટની ગરિમા ને અનુરૂપ નથી.
1990 નાં વર્ષમાં સંજીવ ભટ્ટ જામનગર માં એડિશનલ પોલીસ અધિક્ષક હતા ત્યારે કસ્ટડી માં લીધેલા એક આરોપીનું મૃત્યુ થયું હતું.આ ગુનામાં કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.હાઇકોર્ટ ની જે બેન્ચ દ્વારા આ સજા સંભળાવવામાં આવી હતી જસ્ટિસ એમ આર શાહ તેમાં હતા.