“દેશભરમાં ક્યાંય સિગ્નલ તોડશો તો મેમો ઘરે આવશે”

ન્યુઝ ડે નેટવર્ક, કલ્પના પટેલ
ટ્રાફિક સિગ્નલ તોડવામાં મજા અનુભવતા લોકો માટે સજરૂપ કિસ્સો.ટ્રાફિક નિયમમાં બદલાવ. હવે દેશભરમાં ક્યાંય પણ ટ્રાફિકનો નિયમ તોડ્યો તો મેમો ઘરે જ આવશે. કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા”એક દેશ,એક ચલાન”યોજના લાગુ કરવાની તૈયારી થઈ રહી છે. ગુજરાતમાં આગામી એકાદ મહિનામાં અમલ થઈ જવાની શક્યતા છે. આ યોજના અંતર્ગત વાહન ચાલકો દેશના કોઈપણ ખૂણે ટ્રાફિકના નિયમોનો ભંગ કરશે તો મેમો સીધો ઘરે જ આવી જશે. ત્યાર પછી જે તે વાહનના માલિકે ફરજીયાત દંડ ભરવો પડશે. જો દંડ નહીં ભરાય તો નોંધણી કરાયેલી આરટીઓ કચેરીમાં દંડ બાકી બતાવશે અને આગળની પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે.”એક દેશ, એક ચલાન”યોજના સૌથી પહેલા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચાર શહેરોમાં શરૂ કરાશે. ત્યારબાદ અન્ય શહેરોમાં પણ અમલ કરાશે. દેશમાં ટ્રાફિકને લગતાં અનેક સુધારા લાગુ કરાઈ રહ્યા છે. હવે કોઈપણ રાજ્યનું વાહન હોય તેનો મેમો ઘર માલિકના સરનામે જનરેટ થઈ જશે. એ રીતે દેશભરમાં ક્યાંય પણ ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન માલિકે ફરજિયાત દંડ ભરવો જ પડશે. ગુજરાતના લોકોને અન્ય રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ તેમના ઘરના સરનામે મેમો મળશે. મેમો મળ્યા પછી વાહન માલિકો દંડ ભરવા મેમો પરના ક્યુ આર કોડ નો ઉપયોગ કરી શકાશે આ ઉપરાંત મેમો પર એક બેંક ખાતા નંબર પણ હશે. જેથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની શાખામાં જઈને પણ દંડ ભરી શકાશે.હાલની પ્રક્રિયા પ્રમાણે જે તે રાજ્યમાં બીજા કોઈ રાજ્યનું વાહન ટ્રાફિક નિયમનો ભંગ કરે તો તેમને ઈ મેમો મોકલતા નથી. પણ હવે દેશભરમાં ટ્રાફિક નિયમનો ભંગ થશે તો મેમો ઘરે જ આવી જશે.