ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ
શહેર અને રાજ્ય માં જાહેર માં ઉત્સવ અને લગ્ન મેળાવડા માટે જાહેર માં વગાડવામાં આવતા DJ થી ફેલાતા ધ્વનિ પ્રદુષણ સામે હાઇકોર્ટમાં PIL કરવામાં આવી છે.જેની અંદર ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બહાર પાડેલા નોટિફિકેશન ને પડકારવામાં આવ્યું છે.લોકોના ઘરોમાં ધ્રુજારી આવતી હોવાની દલીલ નિયત પ્રમાણ કરતા વધુ ડેસીબલ ની રજૂઆત કરવામાં આવી હતી. જાહેરમાં લગ્ન પ્રસંગે વગાડતા ડી.જે.થી ફેલાતા અવાજ ના પ્રદૂષણને અટકાવવા માટે જાહેર હિતની અરજી કરાઈ છે. આ અરજીમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અવાજના પ્રદૂષણ અંગે બહાર પાડેલા નોટિફિકેશન ને પડકારવામાં આવ્યું છે. ડી.જે માટે નક્કી કરેલા ડેસીબલ કરતાં પણ વધુ ડેસીબલ થી ડી.જે વગાડવામાં આવે છે. જેના લીધે આસપાસ રહેતા લોકોના ઘરોમાં ધ્રુજારી આવે છે. મેડિકલ જનરલના મોટા અવાજથી બહેરાશ આવતી હોવાની અને હૃદયને પણ તેની ખરાબ અસર થતી હોવાનું જણાવ્યું છે. ચીફ જસ્ટીસ અરવિંદકુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ ખંડ પીઠે જીપીસીબીને અને સરકારને નોટિસ પાઠવી છે. જાહેર હિતની અરજીમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટે 75 ડિસેબલ કરતાં વધુ અવાજે લાઉડ સ્પીકર નહીં વગાડવા માટે આદેશ કર્યો છે. છતાં લગ્ન પ્રસંગે અને રાજકીય મેળવડા દરમિયાન આ માપદંડનું પાલન કરવામાં આવતું નથી. ડી.જે દ્વારા વગાડાતા ગીતો સાઇલેન્ટ ઝોનમાં 50 કરતા વધુ ડેસીબલ થી ડીજે વગાડવામાં આવે છે.તેના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે. સાઉન્ડ લિમિટ રાખવા જીપીસીબીએ માપદંડ નક્કી કર્યા છે.પરંતુ તેનું પાલન કરવામાં આવતું નથી.આથી ડી.જે.થી ફેલાતા ધ્વનિ પ્રદુષણ સામે હાઇકોર્ટને અરજી કરવામાં આવી છે