ન્યુઝ ડે નેટવર્ક.
અમદાવાદ શહેરમાં ઇમ્પેક્ટ ફી ની પ્રથમ કેસ પાસ, ઈમ્પેક્ટ ફી પાસ થયાનો અમદાવાદ શહેરનો પ્રથમ કેસ નોંધાયો.મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેશન નાં અધિકારીઓ દક્ષિણ પશ્ચિમ ઝોન નાં આસિસ્ટન્ટ ટિ ડિ ઓ હિતેશ ચોહાણ અને વોર્ડ ઇન્સ્પેક્ટર સુભાષ વાંકડે સબ ઇન્સ્પેક્ટર દશરથ ચોધરી નાં હસ્તક નો આ પ્રથમ કેસ છે જેને મંજૂરી આપવામાં આવી છે.કન્સલ્ટન્ટ સંદીપ વસોયા દ્વારા વેજલપુર વિસ્તાર માટે આ કેસ સબમિટ કરવામાં આવ્યો હતો.
શહેર માં ઇમ્પેકટ ફી નાં નવા કાયદા નાં લાગુ થયા બાદ અત્યાર સુધી લગભગ 4354 થી વધુ અરજીઓ કોર્પોરેશન ને મળી છે.મધ્ય ઝોન અને દ.પશ્ચિમ ઝોન ની બે મિલકતો ની અરજી નામંજૂર કરવામાં આવી હતી.
મ્યુનિ. ટી પી કમિટીના ચેરમેન દેવાંગ દાણી ની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં શહેર નાં ઇમ્પેક્ટ ફી કામગીરી ની સમીક્ષા થઈ હતી તેમજ તમામ કોર્પોરેટર ને ઇમ્પેકટ ફી ને લાગતાં કાયદાની સમજણ આપવા આવશે.