ન્યુઝ ડે નેટવર્ક.
આજે સવારે જમ્મુ કાશ્મીર માં આતંકી ઘટના નાં વિરોધ માં પ્રદર્શન કરી રહેલા લોકો પાસે IED બ્લાસ્ટ થયું હતું જેમાં 1 બાળકે જીવ ગુમાવ્યો હતો તેમજ 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઉલ્લેખનીય છે કે ગઈ કાલે એટલે કે રવિવાર સાંજે પણ બે જગ્યા આતંકી હુમલા માં લોકોના આધાર કાર્ડ જોઈને ગોળીબાર કરાયો હતો જેમાં 4 લોકો નાં મૌત થયા હતા.
આજે જમ્મુ કાશ્મીર ની પૂર્વ મુખ્ય મંત્રી મેહબૂબ મુફ્તી બંને ઘટનાઓ પર બોલતા કહ્યું હતું કે આ દેશ ને જવાહરલાલ અને ગાંધીજી એ સેક્યુલર બનાવ્યું હતું આજે ગોડસે નું મુલ્ક બનાવવામાં આવી રહ્યું છે.અહીંયા મુસ્લિમો રોજ મરે છે પરંતુ જ્યાંરે હિન્દુ ભાઈઓ મરે છે ત્યારે એનો ફાયદો એક ખાસ વર્ગ ઉઠાવે છે.
370 જેવી કલમ હટયા બાદ મહેબૂબા મુફ્તી દરેક ઘટના માં કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા આવ્યા છે.