ન્યુઝ ડે નેટવર્ક.
ધરતી નાં સ્વર્ગ ગણાતા જમ્મુ અને કાશ્મીર માં કેન્દ્ર સરકાર દ્વારા શાંતિ અને વિકાસ નાં પ્રયાસો વચ્ચે હજુ પણ આતંકીઓ ઉંદર ની જેમ કાર્યરત છે.
રવિવાર નાં રોજ રાજોરી અને શ્રીનગર નાં જદીબલ વિસ્તાર માં આતંકીઓ એ હત્યા કરી હતી.રવિવાર સાંજે આ વિસ્તારોમાં હિન્દુ પર આતંકીઓએ ફાયરિંગ કરી હતી જેમાં 4 લોકોના મૃત્યુ થયા હતા અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.જાણકારી મુજબ આતંકીઓએ રજોરીના ધાંગ્રીમાં આધાર કાર્ડ માંગીને ગોળીબાર કર્યો હતો.
આજે સવારે જ્યારે આ હુમલા નાં વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે જ ત્યાં IED બ્લાસ્ટ થતાં 1 બાળકનું મૌત થયું છે જ્યારે કે 5 ઈજાગ્રસ્ત થયા છે.