ન્યુઝ ડે નેટવર્ક.
હિન્દુ મુસ્લિમ પક્ષ ની દલીલો વચ્ચે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ માટે નવા વર્ષના જાન્યુઆરી મહિના માં ચાર વખત 2,12,20 અને 23 તારીખે આ કેસ સંદર્ભ માં સુનાવણી થવાની છે .લગભગ 190 વર્ષથી ચાલતા આ વિવાદમાં પરિસરના અમીન સર્વે રિપોર્ટ પણ 20મી એ કોર્ટને સોંપવામાં આવશે.આ સર્વે આવતી કાલ એટલે કે 2જી જાન્યુઆરી થી શરૂ થશે.
હિન્દુ પક્ષ અનુસાર વર્ષ 1832 થી 1968 વચ્ચે 9 કેસ આ મુદ્દે કોર્ટ માં ચલાવવામાં આવ્યા હતા જેમાંથી તમામ કેસ હિન્દુ પક્ષ જીત્યો છે.અહીંયા મંદિર થી મસ્જિદ તરફના દરવાજા તથા હિન્દુ પ્રતીક ચિન્હો પણ આવેલા છે.
સામે મુસ્લિમ પક્ષ નાં વકીલ નું કહેવું છે કે બીજી તારીખે જ્યારે કોર્ટ ખુલશે ત્યારે અમે અમીન સર્વે રિપોર્ટ વિરુદ્ધ સ્ટે ઓર્ડર લઈશું.ત્યાં કોઈ હિન્દુ પ્રતીક ચિન્હ નથી.
ઉલ્લેખનીય બાબત એ પણ છે કે મથુરા વૃંદાવન માં શ્રી કૃષ્ણ ની વાંસળી,મુકુટ,પોષક જેવી વસ્તુઓ બનાવનારા લગભગ 50 હજાર કારીગરો માં થી 70% મુસ્લિમ છે જેમનું રોજગાર શ્રી કૃષ્ણ થી ચાલે છે.


