ન્યુઝ ડે નેટવર્ક.
વિશ્વ નાં સૌથી મોટા સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ નાં નાગપુર સ્થિત કાર્યાલય ને બોમ્બ થી ઉડાવવાની ધમકી આપવાના આવી હતી.કોઈ અજાણ્યા વ્યકિતએ ફોન કરીને આ ધમકી આપી હતી.ત્યાર બાદ અહીંયા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે.ડીસીપી ગોરવ ભામરે કહ્યું હતું કે બપોરે 1 વાગે પોલીસ કંટ્રોલ રૂમ માં કોલ આવ્યો હતો કે કોઈ અજાણ્યા ઈસમએ સંઘ કાર્યાલય ને ઉડાવી દેવાની ધમકી આપી છે.
આ ધમકી બાદ સંઘ કાર્યાલય ની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.પેટ્રોલિંગ વ્યવસ્થા પણ સુદૃઢ કરવામાં આવી હતી આ વિસ્તાર માં શંકાસ્પદ વ્યક્તિઓ પર પણ બાજનજર રાખવામાં આવી રહી છે.


