‘પાટણ માં કોંગ્રેસ નું પરાજય પર મનોમંથન”

ન્યુઝ ડે નેટવર્ક.
ગુજરાત વિધાનસભા 2022 માં મળેલો કારમો પરાજય કોંગ્રેસ માટે આઘાત જનક છે. કોંગ્રેસ કારોબારી ની એક વિસ્તૃત બેઠક પાટણ ખાતે થઈ.આ બેઠક યુનિવર્સિટી બા રંગભવન ખાતે યોજાઇ.આ બેઠક જગદીશ ઠાકોર ની અધ્યક્ષતા માં યોજાઇ.બેઠક બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વિધાનસભા માં મળેલા પરાજય બદલ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરતા કહ્યું કે ભાજપે સરકારી મશીનરી નો દુરુપયોગ કર્યો,ભાજપે આમ આદમી પાર્ટી સાથે સાંઠગાંઠ કરી 42 બેઠકો પર કોંગ્રેસ ને નુકસાન પોહોચાડ્યું છે,સાથે જગદીશ ઠાકોરે કહ્યું કે 156 સીટ જીત્યા બાદ પણ તેમના કાર્યકરો -i મંત્રીઓમાં વિજય નો ઉત્સાહ જોવા મળતો નથી,કારણ કે આ જીત લોકશાહી ની નથી.
કોંગ્રેસ આગામી ચૂંટણીઓ ને ધ્યાન માં રાખીને તેમજ રાહુલ ગાંધી ની ભારત જોડો યાત્રા ને મજબૂત કરવા જાન્યુઆરી મહિના થી હાથ થી હાથ જોડો યાત્રા નું આયોજન કરવા જઈ રહી છે.જેમાં દરેક ગામ અને બુથ સ્તર સુધી પોહોચવાનું કોંગ્રેસ નુ લક્ષ્યાંક છે.