ન્યુઝ ડે નેટવર્ક.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નાં માતા હિરાબા નું મોડી રાત્રે નિધન થયું.શ્વાસ લેવાના તકલીફ નાં કારણે. તેમને મંગળવાર નાં રોજ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.100 વર્ષના હિરાબા એ અમદાવાદ ની યુ એન મહેતા હોસ્પિટલ નાં અંતિમ શ્વાસ લીધા હતા.
માતા નાં અવસાન નાં સમાચાર મળતાં જ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી શ્રધ્ધાંજલી આપી હતી અને સંસ્મરણ યાદ કર્યા હતા.વડાપ્રધાન મોદી વહેલી સવારે અમદાવાદ આવી ગયા હતા.તેઓ સીધા ભાઈ પંકજ મોદી નાં નિવાસ સ્થાને ગયા હતા જ્યાં તેમની સ્વર્ગસ્થ માતા નો પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો હતો.વડાપ્રધાને માતા નાં અંતિમ દર્શન કર્યા હતા અને તેમના પાર્થિવ દેહ ને કાંધ આપી હતી.