ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ.
અમદાવાદ શહેર ખાતે શીખ સમાજ દ્વારા વીર બાલદિવસની યાદમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં ભાગ લેનારા લગભગ 200 બાળકોએ રસ્તા પર માર્શલ આર્ટ રજૂ કર્યા હતા. બાલ દિવસ નિમિત્તે ગુરુદ્વારાઓ દ્વારા 2 સ્થળ પર આયોજન કરાયેલી રેલીમાં લગભગ 1500 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.બાળ દિવસ નિમિતે આયોજિત આ બંને રેલીમાં પ્રથમ રેલી કૃષ્ણનગર ગુરુદ્વારામાં અને બીજી રેલી સમ્રાટ નગર થી કાંકરિયા સુધી કાઢવામાં આવી હતી. ગુરુદ્વારા દ્વારા આયોજન કરાયેલી આ રેલી વિશે શીખ ફાઉન્ડેશનના પ્રમુખ પરમજીત કોર છાબડા નાં જણાવ્યા અનુસાર આ પહેલો અવસર હતો કે આ પ્રકારની રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય. આ રેલીમાં શીખ સમાજના માર્ચની પૂર્વ સંખ્યા શીખ સમાજ દ્વારા લંગરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. શીખ સમાજ દ્વારા બાલદિવસ નિમિત્તે જે ઉજવણી કરવામાં આવી હતી એમાં 15 વર્ષની ઉંમરના બાળકો દ્વારા માર્શલ આર્ટ પણ રજૂ કરવામાં આવ્યું હતું.