ન્યુઝ ડે નેટવર્ક.
ગત વર્ષોમાં કોરોના એ વરસાવેલા કહેર હજુ લોકોના દિલો દિમાગ પર અંકિત છે ત્યાં ચીન માં કોરોના ની સ્થિતિ બેકાબૂ બનતા સમગ્ર વિશ્વ ચિંતિત છે.
આ સંજોગો માં ભારત નું ચિંતા પણ વધુ છે.આ વિષય ને ધ્યાન માં લઈને કેન્દ્ર સરકાર હરકત માં આવી છે. 1 લી જાન્યુઆરી થી કોરોના ને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મહત્વના નિર્ણય લઈ ફેરફાર કર્યા છે.
મંત્રી મનસુખ માંડવીયા એ ટ્વીટ દ્રારા માહિતી શેર કરતા કહ્યું છે કે 1લી જાન્યુઆરી 2023 થી ચીન, હોંગકોંગ ,જાપાન ,દક્ષિણ કોરિયા,સિંગાપુર અને થાઇલેન્ડ થી આવતા મુસાફરો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.આ લોકોએ મુસાફરી કરતા પહેલા એર સુવિધા પોર્ટલ પર તેમના અહેવાલો અપલોડ કરવાનાં રહેશે.