“કોઈ પણ વ્યક્તિ ની તુલના શ્રી રામ થી નાં થઈ શકે: આચાર્ય સત્યેન્દ્ર દાસ -અયોધ્યા રામ મંદિર નાં મુખ્ય પૂજારી”

ન્યુઝ ડે નેટવર્ક.
સત્તા ની લાલચ શું કરાવે છે ને શું નથી કરાવતી. એક સમય એવો પણ હતો કે જ્યારે ભગવાન રામ ને કાલ્પનિક બતાવનારી કોંગ્રેસ નાં પીઢ નેતા રાહુલ ગાંધી નાં સમ્માન માં શ્રી રામ ને પણ યાદ કરવા લાગ્યા અને વિવાદો માં સપડાઈ ગયા.
ગઈ કાલે કોંગ્રેસ નાં નેતા સલમાન ખુર્શીદ દ્વારા અપાયેલું નિવેદન ચર્ચાસ્પદ બની ગયું જેમાં તેઓ રાહુલ ગાંધી નાં જેકેટ નાં પહેરવાના મુદ્દા ને શ્રી રામ ,ભરત અને તેમની વસ્તુઓ સાથે જોડીને રાજનીતિ કરવાની લહાય માં વિવાદો ને આમંત્રણ આપી બેઠા.
આજે તેમના નિવેદન પર પ્રતિક્રિયા રૂપે અયોધ્યા રામ મંદિર નાં મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જવાબ આપતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિ ની તુલના શ્રીરામ સાથે થઈ શકે નહિ.આગળ વધતા આચાર્યે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ નાં શ્રી રામ થઈ શકે નાં ભરત થઈ શકે,રાહુલ ગાંધી ની તુલના શ્રી રામ સાથે બિલકુલ નાં થઈ શકે ,સલમાન ખુર્શીદે જે નિવેદન આપ્યું છે તેની અમે નિંદા કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળ માં કોંગ્રેસ દ્વારા શ્રી રામ કાલ્પનિક હોવાની વાતો પણ કરવામાં આવેલી છે.