“ઓખા દરિયા નજીક 10 પાકિસ્તાની 300 કરોડના ડ્રગ્સ સાથે પકડાયા”

ન્યુઝ ડે નેટવર્ક.
બાતમી નાં આધારે ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન માં દ્વારકા જિલ્લા નાં ઓખા દરિયા નજીક 300 કરોડ નું ડ્રગ્સ ,40 કિલો ડ્રગ્સ જથ્થા સાથે દારૂગોળો અને શસ્ત્રો સાથે 10 પાકિસ્તાનીઓ ઝડપાયા છે.છેલ્લા લગભગ દોઢ વર્ષમાં આ સાતમુ ઓપરેશન કરવામાં આવ્યું છે.ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ નાં સંયુક્ત ઓપરેશન માં પકડાયેલી આ બોટ માં પહેલી વખત ડ્રગ્સ સાથે શસ્ત્રો અને દારૂગોળા પણ પકડાયા છે.
ગુપ્તચર એજન્સી ની ઇનપુટ નાં આધારે ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસે તપાસ ચલાવી હતી.દરિયામાં પેટ્રોલિંગ સમયે અલ સોહેલી નામ ની બોટ ભારતીય દરિયાઈ સીમા માં શંકાસ્પદ જણાતા તેને અટકાવવા નાં પ્રયાસ થયા હતા પરંતુ બોટ ને અટકતા કોસ્ટ ગાર્ડ દ્વારા તેને પીછો કરી રોકી હતી.આ બોટ ને અટકાવવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા ફાયરિંગ કરી ચેતવણી પણ આપવામાં આવ્યા છતાં આ બોટમાં સવાર 10 પાકિસ્તાની ક્રું મેમ્બરે ચેતવણી ગણકારી ન હતી. આ બોટ પકડાયા બાદ આ ડ્રગ્સ કોને સપ્લાય થવાનું હતું જેવી બાબતો તરફ તપાસ નો દોર શરૂ થયું છે.