ન્યુઝ ડે નેટવર્ક.
રાજનીતિ નાં અજાત શત્રુ ની ઉપાધિ જેમને લોકો દ્વારા આપવામાં હતી તેવા સ્વર્ગીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ની આજે જન્મતિથિ છે ત્યારે દેશભરમાં વિવિધ સ્થળોએ શીર્ષ નેતાઓ દ્વારા તેમને યાદ કરવામાં આવી રહ્યા છે .
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ તેમને યાદ કરતા કહ્યું હતું કે આજે આપના બધાના શ્રદ્ધેય અટલજી નું જન્મદિવસ છે,તેઓ એક મહાન રાજનેતા હતા,તેમને દેશને એક અસાધારણ નેતૃત્વ પૂરું પાડ્યું,દરેક ભારતીય નાં હૃદય માં તેમનું વિશેષ સ્થાન છે,તેઓ ભારત બે નવી ઊંચાઈ સુધી લઈ ગયા,હું આજે ફરી તેમને હૃદય થી નમન કરું છું.
યુપી નાં સીએમ યોગી આદિત્યનાથે પણ અટલજી ને યાદ કરતા કહ્યું કે આ દેશની વિદેશ નીતિ ને વેશ્વિક સ્તર પર પ્રભાવી તરીકે સ્થાપિત કરવા વાળા એક પ્રખર નેતા અટલજી હતા,તેમજ અસ્થિર રાજનીતિ નાં સમય માં દેશને સ્થિર અને પારદર્શી રાજનીતિ આપનાર પ્રતીક રૂપ અટલજી હતા.
ઉલ્લેખનીય છે કે અટલજી નાં કાર્યકાળ માં જ ભારતે સમગ્ર વિશ્વ ને નજરઅંદાજ કરી પોતાની શક્તિ વધારનાર પરમાણુ પરીક્ષણ કર્યું હતું.