ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ.
રાજ્યમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભા ઇલેક્શન ૨૦૨૨ માં સિધ્ધપુર બેઠક પર થી ચુંટણી માં બળવંતસિંહ રાજપૂત જીત્યા હતા.ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે પણ પગાર કે ભથ્થા ક્યારેય નથી લીધા નથી તેમજ આ હોદ્દા અર્થોપાર્જન માટે નહિ પણ લોકોની સેવા માટે મળે છે,તેવું તેમનું કહેવું છે સાથે સાથે વેતન અને ભથ્થા લેવાનું ઉચિત પણ નથી તેવું તેમનું માનવું છે.
ગુજરાત માં ઇલેક્શન બાદ નવી રચાયેલી સરકાર માં પબળવંતસિંહ રાજપુત વેતન,ભથ્થા નો ત્યાગ કરનારા પ્રથમ કેબિનેટ મંત્રી બન્યા છે.વેતન ભથ્થા નકારનાર કેબિનેટ ના સભ્ય બળવંતસિંહ રાજપૂત 372 કરોડની સંપતિ ના માલિક છે. ગુજરાત સરકાર ના ઉદ્યોગમંત્રી અને ભૂપેન્દ્ર પટેલ ની કેબિનેટ ના સૌથી ધનિક સભ્ય એવા બળવંતસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને લેખિતમાં જણાવ્યું હતું કે મંત્રી તરીકે તેમને મળવાપાત્ર કોઈ પણ ભથ્થાં કે બીજા કોઈ વેતન કે કોઈ પણ સુવિધા નહિ ભોગવે . શુક્રવારે બળવંતસિંહે મુખ્યમંત્રીને આ પત્ર રૂબરૂ માં આપતા કહ્યું હતું કે આ વિષય માં જરૂરી લાગતી તમામ પ્રક્રિયા કરવા માટે વિનંતી છે.બળવંતસિંહ રાજપૂત વ્યવસાયે ઉદ્યોગપતિ છે અને તેમણે પોતાની કુલ મિલકતો નું મૂલ્ય 372 કરોડ જેટલું દર્શાવ્યુ છે. તાજેતર માં સંપન્ન થયેલ ગુજરાત વિધાનસભા ચૂંટણી માં બળવંતસિંહ રાજપૂત સિધ્ધપુર બેઠક પરથી ચૂંટણી જીત્યા છે હતા. તેઓ ગુજરાત ઉદ્યોગ વિકાસ નિગમ ( જીઆઈડીસી) નાં ચેરમેન પણ રહી ચૂક્યા છે. તે સમય દરમિયાન પણ તેમને ચેરમેન નાં હોદ્દા માટે પગાર – ભથ્થાં અને પેટ્રોલનો ખર્ચ પણ લીધો ન હતા. રાજકારણ માં પ્રવેશ્યા અને સહકારી કે રાજકીય ક્ષેત્રમાં હોદ્દો લીધો ત્યારે પણ તેમને પગાર લીધો ન હતો. બળવંતસિંહ રાજપૂત ક્યારેય કોઈ પગાર ભથ્થા લીધા નથી.
આ ઉપરાંત બળવંતસિંહ સિવાય દ્વારકાના ધારા સભ્ય પબુભા માણેક પણ ગયા મંગળવારે મળેલા વિધાનસભાના એક દિવસીય સત્રની શરૂઆત થાય તે પેહલા પગાર નહિ લેવાની જાહેરાત કરી ચૂક્યા છે.