“દરેક ખેતરમાં ડ્રોન હોય એ મારૂ સપનું :વડાપ્રધાન”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર .
દેશના સૌથી મોટા ડ્રોન મહોત્સવનો નવી દિલ્હી ખાતે શુભારંભ થયો છે. આ પ્રસંગે બોલતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ કે, દરેક ખેતરમાં ડ્રોન અને દરેક હાથમાં સ્માર્ટફોન હોય એ મારૂ સપનું છે, વડાપ્રધાને વધુમાં જણાવ્યુ કે, વર્ષ 2030 સુધીમાં ભારત ડ્રોન ટેકનોલોજીનું હબ બની જશે, ખેતરોમાં દવા અને ખાતર આપવાનું કામ ડ્રોનથી થશે, ખેતરોની સાથે દેશની સરહદોનું નિરીક્ષણ પણ ડ્રોન દ્વારા થશે, ડ્રોન દ્વારા વ્યાપક રોજગારીનું સર્જન થશે એવો આશાવાદ પણ વડાપ્રધાને વ્યકત કર્યો.

કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યુ કે, વર્ષ 2026 સુધીમાં દેશમાં ડ્રોન સંલગ્ન બિઝનેસનું ટર્નઓવર રૂ.15 હજાર કરોડને પાર પહોંચશે, અત્રે ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકાર ડ્રોનનો ઉપયોગ વધારવા માટે વિવિધ રીતે પ્રયાસ કરી રહી છે, આ માટે ખાસ ડ્રોન પોલીસી પણ જાહેર કરવામાં આવી છે. આપણી ગુજરાત સરકારે પણ ખેતીમાં ડ્રોનનો ઉપયોગ વધે એ હેતુને પાર પડવા આ વર્ષના બજેટમાં રૂ.35 કરોડની જોગવાઇ કરી છે.