“જમ્મુ કાશ્મીર નાં અલગાવવાદી યાસીન મલિક ને ઉંમર કેદ”

ન્યુઝ ડે નેટવર્ક.
દિલ્લી નાં પટિયાલા હાઉસ કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિક ને આજે ઉંમર કેદ ની સજા ફટકારવામાં આવી છે.સાથે જ એના પર દસ લાખ નો દંડ પણ લગાવવામાં આવ્યો છે.ની કોર્ટ નાં નિર્ણય થી આજે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે યાસીન મલિક હવે આખી જિંદગી જેલ માં રહેશે કારણ કે એને ને ધારાઓ અંતર્ગત સજા સંભળાવવામાં આવી છે.
IPC ની ધારા 121 (દેશ વિરૂધ્ધ જંગ છેડવી) અને UAPA ની ધારા 17 અંતર્ગત કોર્ટે આ સજા સંભળાવી છે.
મલિક ને સંભળાવવામાં આવેલી ઉંમર કેદ ની સજા અન્ય ધારાઓ માં સંભળાવવામાં આવેલી સજાઓ સાથે જ ચાલશે.આ પહેલા NIA દ્વારા ટેરર ફંડિંગ મામલા માં મલિક ને ફાંસી ની સજા આપવાની માંગ કરવામાં આવી હતી.યાસીન મલિકે ઉપાએ અંતર્ગત પોતાના ઉપર લગાવેલા તમામ આરોપો સ્વીકાર્ય કર્યા હતા.સાથે જ આ કેસ માં ચર્ચા પૂર્ણ થઈ ચૂકી હતી.ફક્ત સજા સંભળાવવાની બાકી હતી.
NIA કોર્ટે પ્રતિબંધિત સંગઠન જમ્મુ કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટ (JKLF) નાં પ્રમુખ યાસીન મલિક ને UAPA અંતર્ગત દોશી જાહેર કર્યો હતો.મલિકે અદાલત માં કહ્યું હતું કે તે તેના પર લગાવેલા આરોપો નો વિરોધ નથી કરતો.આ આરોપો માં UAPA ની ધારા 16 (આતંકવાદી પ્રવૃત્તિ),ધારા 17 આતંકી પ્રવુત્તિ માટે ફંડ ભેગુ કરવું,ધારા 18 આતંકી કૃત્ય નું ષડયંત્ર, ધારા 20 આતંકી સમૂહ અથવા સંગઠન નું સદસ્ય હોવું,અને ભારતીય દંડ સહિતા ની કલમ 120-B અપરાધિક સાજિશ તેમજ 124-A રાજદ્રોહ નો સમાવેશ છે.