“કેન્દ્ર સરકારે વધુ બે ખાદ્યતેલોની આયાતનો માર્ગ મોકળો કર્યો”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર .
દેશમાં ખાદ્ય તેલોના ભાવમાં વધુ ઉછાળો ન આવે હેતુને પાર પાડવા કેન્દ્ર સરકારે સોયાબીન અને સુર્યમુખીના કાચા તેલ ઉપરની આયાત ડ્યુટી નાબુદ કરી છે તેમજ એગ્રીકલ્ચર સેસમાંથી પણ આ બન્ને તેલોને મુક્તિ આપવામાં આવી છે, આથી વિદેશોમાંથી આ બન્ને પ્રકારના તેલની આયાત કરતી પ્રમાણમાં સસ્તી થશે. ચાલુ નાણાકિય વર્ષ 2022-3 અને આગામી નાણાકિય વર્ષ 2023-24 આમ બે વર્ષ માટે આ રાહત આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ખાદ્યતેલોના ભાવમાં થઇ રહેલ વધારાને બ્રેક લાગશે, આથી મગફળી અને રાયડા જેવા તેલિબીયા પાકોના ભાવ ઉપર પણ થોડુ દબાણ આવે એવી સંભાવના છે. ઇન્ડોનેશિયામાંથી પામ ઓઇલની આયાત ફરી થઇ હોવાથી મગફળીના ભાવમાં સામાન્ય ઘટાડો ગત સપ્તાહ દરમિયાન જોવા મળ્યો છે, ઉનાળુ મગફળીની નવી આવકો હવે થોડા દિવસો બાદ શરૂ થશે. હાલ રાજ્યના યાર્ડોમાં સરેરાશ રૂ.1100થી 3,1350ની સપાટીએ મગફળીનો ભાવ ચાલી રહ્યો છે.