“સત્ય પોતાનો માર્ગ શોધતો હોય છે જ્ઞાન વાપી પર સુનીલજી આંબેકર (RSS પ્રચાર પ્રમુખ)”

ન્યુઝ ડે નેટવર્ક.
ઉત્તર પ્રદેશ માં કાશી જ્ઞાન વાપી પરિસર માં વિવાદ ચાલી રહ્યું છે જેમાં મસ્જિદ નાં વજુખાના માં થી શિવલિંગ મળવાના દાવાઓ વચ્ચે આજે 2 વાગ્યે સર્વે રિપોર્ટ પણ કોર્ટ માં આપવામાં આવવાનો છે.ત્યારે સંઘ નાં અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલજી આંબેકર તરફથી મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. સુનીલજી આંબેકર તરફથી કહેવામાં આવ્યું છે કે જ્ઞાન વાપી મુદ્દો ચાલી રહ્યું છે તેમાં તથ્યો સામે આવી રહ્યા છે,મને લાગે છે કે તથ્યો ને સામે આવવા દેવું જોઈએ,આમ પણ સત્ય પોતાનો માર્ગ શોધી જ લેતું હોય છે,હવેનો સમય એવો છે કે આપડે ઈતિહાસ નાં તથ્યો ને સાચા અર્થમાં સમજવું છે અને લોકો ની સામે મૂકવું છે.
રાષ્ટ્રીય સ્વયં સંઘ આજે વિશ્વ માં સૌથી મોટું સંગઠન છે જેમાં રચનાત્મક અભિગમ થી કામ કરવું અને સમાજ ને જોડવું એ મુખ્ય કાર્ય હોય છે.જ્યારે જ્ઞાન વાપી મુદ્દે દેશમાં વિવાદ ચાલી રહ્યું છે ત્યારે સંઘના સુનીલજી આંબેકર તરફથી આ નિવેદન ખૂબ મહત્વપૂર્ણ છે.
સોજન્ય: ANI