ન્યૂજ ડે નેટવર્ક ,ગાંધીનગર .
મોરબી જિલ્લા ના હળવદ તાલુકા ના એક ગામમાં આજે દિવાલ તૂટતાં 12 શ્રમજીવીઓના કરૂણ મૌત નીપજયાં હતા. આ ઘટના આજે બપોરે લગભગ 12 વાગ્યે બની હતી. હળવદ તાલુકા ના દીઘડિયા ગામે આ કરૂણ ઘટના બની હતી.
બનાવ ની વિગતો અનુસાર મોરબી ના હળવદ તાલુકા ના દીઘડિયા ગામ માં બપોરે 12 વાગ્યા ની આસપાસ મીઠાના કારખાના માં મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે દિવાલ ધરાશાયી થતાં 12 જેટલા મજૂરો ના મૃત્યુ થયા હતા અને આશરે 30 જેટલા મજૂરો ત્યાં દટાયા હતા. સાગર સોલ્ટ નામના મીઠાના કારખાના માં આ બનાવ બન્યો હતો.
આ બનાવ બન્યા બાદ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઈ પટેલે હળવદ ની જીઆઇડીસી માં સર્જાયેલ દુર્ઘટના ગ્રસ્ત પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી . તેમણે મૃતકો ના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. સાથે જ મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલ જઈને ઇજાગ્રસ્ત શ્રમિકો ને અપાઈ રહેલી સારવાર અંગેની વિગતો જાણીને જિલ્લા તંત્ર ને જરૂરી સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ એ હળવદ ખાતે દીવાલ ધરાશાયી થતાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને આ ઘટના માં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદાર ને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 4 લાખ સહાય કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું હતું અને દરેક સંભવ મદદ માટે આશ્વાસન આપ્યું હતું.