“370 હટાવ્યા બાદ ભય વધ્યો છે,જમ્મુ કાશ્મીર નાં પૂર્વ સીએમ નો બળાપો,ટાર્ગેટ કિલિંગ પર મૌન”

ન્યુઝ ડે નેટવર્ક.
જમ્મુ કાશ્મીર માં 90 નાં દાયકા થી ટાર્ગેટ કિલિંગ થઈ રહી છે પરંતુ જમ્મુ કાશ્મીર નાં પૂર્વ સીએમ ને હજુ 370 હટાવવાનો અફસોસ હટતો નથી.
એક કાર્યક્રમ માં સંબોધતા જમ્મુ કાશ્મીર નાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા એ કહ્યું હતું કે 5 ઓગસ્ટ 2019 નાં રોજ ઘણું બધું થયું અને કેમ થયું,કારણ કે અમે વહેચાઈ ગયા,અમને બધા ને વિખેરી દેવામાં આવ્યું, અમને અલગ અલગ ત્રાજવે તોળવામાં આવ્યું,અમુક લોકોનું ઈમાન ખરીદી લેવામાં આવ્યું.અમુક લોકો ગલતફહમીઓ નું શિકાર થયા,પણ નુકસાન અમારે બધાએ ચૂકવવું પડ્યું.આગળ વધતા પૂર્વ સીએમ એ કહ્યું કે આજે કોઈ કહી નથી શકતું કે 5 ઓગસ્ટ 2019 બાદ એમનું જીવન સુધર્યું છે.એમને કહેવામાં આવ્યું કે 370 હટાવ્યા બાદ ભય નો માહોલ સમાપ્ત થઈ જશે પરંતુ એ ભય વધી ગયો છે.
જમ્મુ કાશ્મીર નાં પૂર્વ સીએમ 370 પર બોલ્યા પણ કાશ્મીર માં થતી ટાર્ગેટ કિલિંગ બાબતે કંઈ જ નાં બોલ્યા.ઉલ્લેખનીય છે કે રાહુલ ભટ્ટ નામના હિન્દુ વ્યક્તિ કાશ્મીર માં આતંકીઓ નું શિકાર બન્યા હતા.જેના બાદ સેનાએ 24 કલાક માં જ હત્યારાઓને મૌત ને ઘાટ ઉતાર્યો હતો