“અમેરિકા માં 180 વર્ષ જૂનું ઝાડ કાપતા 4 કરોડ નો દંડ”

ન્યુઝ ડે નેટવર્ક.
આપડે ત્યાં ઝાડ કપાઈ જાય તો કોઈ પૂછવા વાળું કે ટોકવા વાળું પણ નથી.આંગળી નાં ટેરવે ગણીએ એટલી સારી સંસ્થાઓ વિરોધ કરે તો રસ્તા પર થી પસાર થતા લોકો એમને નવરાશ ની પળો ગણીને પોતાના કામે વળગી જતા હોય છે.બિન જરૂરી રસ્તાઓ બનાવવામાં કેટલાય ઝાડો કાપી નાખવામાં આવ્યા.લાખો ની સંખ્યા હશે.એમાં વસતા પક્ષીઓ પતી ગયા.અને આ લખાય છે ત્યાં સુધી ગુજરાત ના પ્રમુખ શહેરો માં તાપમાન નો પારો 47 ડિગ્રી ની આસપાસ રમી ચૂક્યો છે.પર્યાવરણ વિશે જેટલી સંસ્થાઓ કામ કરે છે એમના અભિગમ માં કાંતો ભારત વિરોધી ઝેર છે કાંતો દિશાહીન છે જે સારી છે એમની સાથે સેવા આપવા વાળા માથા ઓછા છે.આ બધા વચ્ચે અમેરિકા માં એક આદર્શ કિસ્સો સામે આવ્યો .અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના એક ન્યાયાધીશે વૃક્ષ કાપનાર દંપતી પર 4 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પીટર અને ટોની થોમસને તેમના ઘરની સુંદરતાને વધારવા માટે ત્રણ જૂનાં ચીડનાં ઝાડ કાપી નાખ્યાં જેમાંથી એક ઝાડ 180 વર્ષ જૂનું હતું.

જોકે આ દંપતી નો ઉદ્દેશ આ વૃક્ષને ફરી ઘરના આંગણામાં વાવવાનો હતો પરંતુ લાખ કોશિશ છતાં વૃક્ષને ફરી ન વાવી શકાયું. સોનોમા કોર્ટના જજે દંપતીને પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે દોષી માનતા સજા દંડ ફટકાર્યો હતો. કોર્ટમાં આ કેસ સોનોમા લેન્ડ ટ્રસ્ટે દાખલ કર્યો હતો. જજ પેટ્રિક બ્રાડેરિકે તેમના 56 પેઝના આ નિર્ણયમાં ટ્રસ્ટની પ્રશંસા કરતા જણાવ્યું કે વૃક્ષોને કાપવાથી પર્યાવરણને નુકસાન પહોંચે છે જે અયોગ્ય છે. જે જમીન પરથી વૃક્ષ કાપવામાં આવ્યાં તે જમીન થોમસન દંપતીની છે. જોકે દંપતીએ કોર્ટમાં
દલીલ કરી હતી કે અજાણતાં જ વૃક્ષને નુકસાન થયું છે. જોકે ટ્રસ્ટના વકીલ સરાહ સિગમેનના જણાવ્યા મુજબ વૃક્ષ કાપ્યાં બાદ દંપતીને કોઈ અફસોસ ન હતો અને તેનાથી તેને કોઈ ફરક જ ન હતો પડ્યો. તેમનું વર્તન આઘાતજનક હતું. થોમસન દંપતીએ તેના બચાવમાં ડઝનેક દલીલ કરી પરંતુ કોર્ટે તેને પર્યાવરણને નુકસાન પહોંચાડતું ગંભીર પગલું ગણાવીને દંડ ફટકાર્યો. કોર્ટે જણાવ્યું કે દંપતીએ ગુનો કરવાની સાથે ગુનાને છુપાવવાની કોશિશ કરીને તપાસમાં અવરોધ ઊભો કર્યો હતો.