ન્યુઝ ડે નેટવર્ક.
ગુરુવાર નાં રોજ કાશ્મીર નાં બડગામ જિલ્લા નાં એક તાલુકા પર અધિકારી પદ પર કામ કરી રહેલા રાહુલ ભટ્ટ ને આતંકીઓએ ઓફિસ માં ઘુસી ને ગોળીઓ મારી.ઘટના નાં 24 કલાક માં સેના એ અપરાધી આતંકીઓ ને મૌત ને ઘાટ ઉતાર્યો.
કલમ 370 હટાવ્યા બાદ ત્રણ વર્ષ માં આ 14 મી ઘટના છે કે જેમાં ચોક્કસ વર્ગ ને ટાર્ગેટ કરીને હત્યાઓ કરવામાં આવી રહી હોય.કાશ્મીરી હિન્દુઓ નિશાન પર છે.અને રાહુલ ભટ્ટ આનું ઉદાહરણ છે.
એપ્રિલ માં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય એ સંસદ ને બતાવ્યું હતું કે 370 હટાવ્યા બ્દ પીએમ ડેવલપમેન્ટ પેકેજ હેઠળ 2105 કાશ્મીરી પંડિત સરકારી નોકરી કરવા કાશ્મીર માં પાછા આવ્યા છે.ગત ત્રણ વર્ષો માં 14 હિન્દુઓ ને ટાર્ગેટ કિલિંગ કરવામાં આવ્યું જેમાંથી ચાર કાશ્મીરી પંડિત હતા.
ઘાટી માં ટાર્ગેટ કિલિંગ ની ઘટનાઓ આ પ્રમાણે છે:
*7 ઓકટોબર 2021 શ્રીનગર દીપક ચંદ ને સ્કૂલ માં ઘૂસીને આતંકવાદીઓએ ગોળી મારી.
*5 ઓકટોબર 2021 શ્રીનગર કેમિસ્ટ માખન લાલ બિંદુ ને આતંકવાદીઓએ નામ પૂછીને ખૂલે આમ ગોળીઓ મારી.
*17 સપ્ટેમ્બર 2021 કુલગામ કોસ્ટેબલ બંટુસિંહ ની આતંકવાદીઓએ ટાર્ગેટ કિલિંગ કરી.
*8 જૂન 2020 અનંતનાગ સરપંચ અજય પંડીતા ને આતંકવાદીઓએ મૌત ને ઘાટ ઉતર્યો.
આવી ઘટનાઓ કદાચ માનવી મૂલ્યો અને સંવેદનાઓ ની હત્યા પર અટ્ટહાસ્ય કરનારા એક વર્ગ,રાજનેતા અને લોકતંત્ર ની પોતાની રીતે એક તરફી પરિભાષા કરનારા માટે જીવતો જાગતો ઉદાહરણ છે.જે લોકોએ 90 નાં દશક માં કાશ્મીર નરસંહાર નથી જોયું અથવા જેમના માટે એ નરસંહાર માત્ર એક પ્રતિક્રિયા હતી તેવો અભિગમ છે તેમના માટે આતંકીઓ જ લાઈવ દૃશ્ય અને કિસ્સા બનાવી રહ્યા છે.છતાંય આવા વર્ગ અને રાજનેતાઓ ની આંખો નાં ખૂલે તો એવા લોકોને સારા માનવા વાળા ની ભૂલ.