“કેરળમાં ચોમાસાનું આગામન વહેલુ થવાની સંભાવના”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર
સામાન્ય રીતે તા.1 જુન આસપાસ કેરળના દરિયાકિનારે ચોમાસાનું આગામન થતુ હોય છે. જોકે, આ વખતે ચોમાસાનું આગામન વહેલુ થાય એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત થઇ છે, હવામાન વિભાગ દ્વારા જાહેર થયેલ બુલેટીનમાં જણાવાયુ છે કે, અંદમાનના દરિયાકિનારે તા.15 મેથી ચોમાસાની ગતિવિધી શરૂ થઇ શકે છે, સામાન્ય રીતે આ ગતિવિધી તા.22 મે આસપાસ શરૂ થતી હોય છે, જોકે, આ વખતે એ વહેલા શરૂ થઇ શકે છે, આથી કેરળમાં પણ વહેલા ચોમાસાના આગમનની સંભાવના છે, અસાની વાવાઝોડાના કારણે ચોમાસાની ગતિને અસર થઇ છે,

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગામન જુનની શરૂઆતમાં કેરળના દરિયાકિનારેથી થાય છે, આ બાદ જુલાઇના મધ્ય સુધીમાં એટલે કે દોઢ મહિનામાં સમગ્ર દેશમાં ચોમાસુ બેસી જાય છે, જુનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનાના ગાળામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઇ જાય છે. આ વખતે સામાન્ય ચોમાસુ એટલે કે સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા થઇ છે. દેશમાં વર્ષ 2019, 2020 અને 2021 દરમિયાન સામાન્ય વરસાદ નોંધાયો છે, હવે સતત ચોથા વર્ષે સામાન્ય વરસાદ થવાની આગાહી થઇ છે,