ન્યુઝ ડે નેટવર્ક ,ગાંધીનગર.
રાજ્યમાં ગરમી નો પ્રકોપ યથાવત છે ત્યારે ગઈકાલે ગુરુવાર નાં રોજ રાજ્યમાં વિવિધ સ્થળોએ ગરમી થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
ગુરુવાર નાં રોજ અમદાવાદ ગાંધીનગર અને સુરેન્દ્રનગર માં સરેરાશ મહત્તમ તાપમાન 46 ડિગ્રી નોંધાયું હતું.સતત બીજા દિવસે ગરમીનો પારો બપોરના સમયે 47 ડિગ્રી સુધી પોહૉચી ગયો હતો.અમદાવાદ માં હજુ આગામી રવિવાર સુધી ગરમી નો પારો 45 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના છે.ગરમીના પ્રકોપ ને જોતા આજે શુક્રવાર માટે હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કરેલું છે.
હવામાન ખાતાના અંદાજ પ્રમાણે આગામી 18 મે સુધી ગરમી નો પારો 43 ડિગ્રી નીચે જવાની સંભાવના નહિવત છે.અમદાવાદ માં ગુરુવારે લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધુ જોવા મળ્યું હતું.અમદાવાદ માં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ 29.6 ડિગ્રી નોંધાયું હતું.ગરમીના પ્રકોપ નાં કારણે નાગરિકો માં ઝાડા ઉલટી, ડિહાઈડ્રેશન, ચક્કર આવવા,જેવા કેસો માં વધારો જોવા મળ્યો હતો.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગમી બે દિવસ માટે ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ કચ્છમાં કાલઝાલ ગરમીના લીધે યેલો એલર્ટ રહેશે.