“જૂના વાહનો ને સ્ક્રેપ કરવા ત્રણ સેન્ટરો ને રાજ્યમાં મંજૂરી, દેશનો પ્રથમ કિસ્સો”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
દેશમાં પહેલીવાર ગુજરાતમાં ત્રણ સ્ક્રેપ સેન્ટરને કેન્દ્ર સરકારે ઘડેલી સ્ક્રેપ પોલીસીના અમલના ભાગરુપે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. આ સ્ક્રેપ પોલિસી અંતર્ગત ૧૫ વર્ષ જૂના વાહનોને ભાંગવામાં આવશે. ટૂંક જ સમયમાં કવાયત હાથ ધરી છે. સ્ક્રેપ પોલીસીના અંતર્ગત ગુજરાત સરકાર ટૂંક જ સમયમાં વાહનોના ફિટનેસની નીતિને લીલીઝંડી આપે તેવી શક્યતા છે.આ પોલિસી અંતર્ગત ગુજરાત સહિત આખા દેશના સ્ક્રેપ સેન્ટર શરૂ થવાના છે .દેશમાં પ્રથમ ગુજરાત માં ત્રણ સ્ક્રેપ સેન્ટર ને ગુજરાત સરકારે મંજૂરી આપી છે.
જૂના વાહનોની સંખ્યા ની દૃષ્ટિએ જોઈએ તો રાજ્યમાં ગાંધીનગર:40972, અમદાવાદ:2058166,વડોદરા:135433,રાજકોટ:736422,સુરત:200673 અને અન્ય શહેરો મળીને કુલ 41,20,451 વાહનો 15 વર્ષથી જૂના છે.

સ્ક્રેપ પોલીસીને પગલે ૧૫ વર્ષ જૂના વાહનો ભંગારવાડે જશે. જયારે અન્ય વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવુ ફરિજયાત હશે. આ પોલીસી અંતર્ગત ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગે સ્ક્રેપ સેન્ટર સહિતનુ માળખું ઊભું કરવા આયોજન કર્યું છે.એક અંદાજ પ્રમાણે લગભગ 9 કંપનીઓએ સેન્ટર શરૂ કરવા સરકાર સાથે એમઓયુ કરેલા છે.આ કંપનીઓએ માળખું ઊભું કરવા અને સર્વે કરવા સરકાર પાસે સમય માંગ્યો છે. આ તરફ, રાજ્ય સરકારે ખેડા, નડિયાદ ઉપરાંત ભાવનગરમાં સ્ક્રેપ સેન્ટર ઉભુ કરવા વાહન વ્યવહાર વિભાગે મંજૂરી આપી દીધી છે. સ્ક્રેપ પોલીસીના અમલના ભાગરૂપે સમગ્ર દેશ માં મંજૂરી મળી હોય તેવો ગુજરાત નો પ્રથમ કિસ્સો છે.
અંદાજ પ્રમાણે એક સ્ક્રેપ સેન્ટરમાં દર રોજ લગભગ 75 થી વધુ વાહનો ભાંગવામાં આવી શકે છે.સૂત્રો અનુસાર 15 વર્ષથી વધુના વાહનો સ્ક્રેપ સેન્ટર જશે
ત્યારે આ ભંગાર વાહનની કિંમત કેટલી અંદાજવી તે વાહન માલિક અને સ્ક્રેપ સેન્ટર નક્કી કરશે. આ મામલે સરકાર કોઇ દખલગીરી કરશે નહીં. વાહનોના ફિટનેસના નિયમો ઉપરાંત સર્ટીફિકેટ માટે કેટલી ફી નક્કી કરવી તે અંગે હજુ દ્વિધા છે અને તે મામલે વિચારણા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છેકે, સ્ક્રેપ સેન્ટર માટે રાજ્ય વાહન વ્યવહાર નિગમે સિંગલ સિસ્ટમ વિન્ડો અમલ માં મૂકી છે.ફિટનેસ નીતિ નિયમો ને લઈને વાહન વ્યવહાર ખાતા નાં પ્રસ્તાવ ને નાણાં મંત્રાલયે લીલી ઝંડી આપી દીધી છે.