“પશુપાલનના 31 ઘટકોમાં સહાય માટે 31 મે સુધી અરજી”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
પશુપાલનને લગતી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ ઉપર આગામી તા.31 મે 2022 સુધી ઓનલાઇન અરજી થઇ શકશે. જેમાં ખાણદાણ સહાય, દુધાળા પશુઓનું એકમ શરૂ કરવા માટેની લોન ઉપરના વ્યાજની સહાય, કેટલશેડ, પાણીની ટાંકી, ચાફક્ટર, કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડી અંગેની સહાય, દુધ મંડળીઓ માટે ગોડાઉન તેમજ દુધઘર બનાવવા અંગેની સહાય વગેરે મળીને કુલ 31 ઘટકોમાં સરકારી ધારાધોરણો મુજબ સહાય મળવાપાત્ર છે,

પશુપાલનના વ્યવસાયમાં સારૂ કામ કરનાર પશુપાલકોને પુરસ્કાર પણ સરકાર દ્વારા આપવામાં આવે છે, આ માટે પણ પશુપાલકો ઓનલાઇન અરજી કરી શકશે. પશુપાલન વિભાગ હેઠળ બકરા ઉછેર તેમજ મરઘા પાલન માટે પણ હાલ વિવિધ પ્રકારની સહાય મેળવવા ઓનલાઇન અરજી થઇ શકશે. આ અંગેની વધુ માહિતી માટે આપના ગ્રામ સેવકનો સંપર્ક વિભાગમાંથી પણ તમે આઇ-ખેડૂત પોર્ટલની મુલાકાત લઇને અરજી કરી શકશો. ઇ-કનેક્ટ વિભાગમાં થોડા દિવસોમાં 1–12 ઉતારાની સુવિધા પણ શરૂ કરવામાં કરવો.