ન્યુજ ડે નેટવર્ક ,ગાંધીનગર .ઈશ્વર પ્રત્યે ની આસ્થા નો હિન્દુ ધર્મ માં એક અનેરું મહત્વ ચ્હે. તેમાં પણ માતા પ્રત્યે ની ભાવના ખૂબ અગત્યની છે. નવરાત્રિ ના દિવસો દરમિયાન હિન્દુઓ માં શક્તિ આરાધના ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. તો આવો જાણીએ રાજસ્થાન ના એક પ્રસિદ્ધ મંદિર કે જ્યાં વિરાજે માતા કૈલા દેવી.
આ સુપ્રસિદ્ધ મંદિર રાજસ્થાન માં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ ની બોર્ડર નજીક આવેલું છે.માં કૈલા દેવી ને ભગવાન શ્રી ક્રુષ્ણ ની બહેન માનવમાં આવે છે.કંસ દ્વારા હત્યા માટે જે બાળકી ને ઉઠાવવામાં આવી હતી અને જે આકાશ માં વિલીન થઈ ગઈ હતી એ યોગમાયા એ જ માં કૈલા દેવી.
આ મંદિર માં કોઈ પણ નાત જાત ના ભેદભાવ વગર દર વર્ષે લોકો માં કૈલા ના દર્શન કરવા દૂર દૂર થી આવે છે. ચૈત્ર માં આ મંદિર માં મેળો પણ ભરાય છે.એવું કહેવાય છે કે અમુક વર્ષો પહેલા આસપાસ ના ખૂંખાર ડાકુઓ પણ માં કૈલા ના દર્શન માટે આવતા હતા પણ ત્યાં આવી કોઈ ડાકુ એ સામાન્ય નાગરિક ને નુકસાન પોહોચડવાની હિમ્મત નથી કરી.
એક કથા અનુસાર માં કૈલા ના ભક્ત શ્રી કેદાર બાબા માતાજી સાથે બેસી ચોપડ રમી રહ્યા હતા ત્યારે માતાજી ના વાળો માથી પાણી ટપકવાનું શરૂ થયું હતું.ભક્ત કેદારગીરીએ કુતૂહલ વશ આ બાબતે પૂછવાનું શરૂ કર્યું હતું .માં કૈલા એ કેદારગીરીને આ બાબતે પૂછવાની ના પાડતા બાબા જીદ પૂર્વક જાણવાની હઠ પકડી હતી.જેથી માં કૈલા એ રહસ્ય બતાવ્યા બાદ હમેશા માટે બાબા પાસેથી જતાં રહેવાની વાત કહી હતી. માતાએ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે તું જ્યારે તારું ધ્યાન રમત માં હતું ત્યારે હું મારા બીજા રૂપમાં બીજા ભક્ત ને યમુના માં ડુબવથી બચાવી રહી હતી, એટ્લે એ સમય દરમિયાન મારા વાળ ભીના થઈ ગયા હતા. રહસ્ય ખોલતા ની સાથે જ માં કૈલા બાબા સામે થી ગાયબ થઈ ગયા હતા.
વર્ષો પછી તે જ સ્થળ પર માં કૈલા મુર્તિ સ્વરૂપે આવ્યા હતા જ્યાં આજે માં કૈલા નું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આજે પણ મંદિર ની પાછળ જંગલ માં એ જગ્યા મોજૂદ છે જ્યાં માં કૈલા અને કેદારગીરી બાબા ચોપડ રમતા હતા.માં કૈલા કેદારગીરી ની ભક્તિ થી પ્રસન્ન થઈ એક દાનવ ના સંહાર માટે બાળકી બનીને કેદારગીરી પાસે આવ્યા હતા. દાનવ નો સંહાર કર્યા બાદ માં બાળકી સ્વરૂપે જ કેદારગીરી બાબા સાથે રહ્યા હતા. એવું કહેવાય છે કે ત્યના રાજા ના પુત્ર ને ઓરંગજેબ દ્વારા તોપ ની સામે બાંધીને ઉડાવી દેવાની સજા સંભળાવવામાં આવી હતી. .જ્યારે સજા નું અમલ કરવામાં આવ્યું , રાજા ના પુત્ર ને તોપ આગળ બાંધી તોપ ચલાવવામાં આવી પરંતુ .માતા ની કૃપા થી તોપ ચાલી ન હતી.ઘણા પ્રયત્ન બાદ પણ તોપ ચાલી શકી ન હતી.અંતે ઓરંગજેબે રાજપુત્ર ને મુક્ત કરવું પડ્યું હતું.
માં કૈલા ને કળયુગ ના દેવી કહેવામા આવે છે.રાજસ્થાન માં જોવા ફરવા અને આસ્થા માટે કૈલા દૈવી મંદિર ખૂબ સારી જગ્યા છે.બસ શરત એટલી કે આ પર્યટન સ્થળ ને પ્લાસ્ટિક મુક્ત રાખવું.