અમદાવાદ જિલ્લામાં સિંહ ની એન્ટ્રી

સાસણ નો રાજા એટલે કે એશીયાઇ સિંહ સાસણ થી આગળ વધતા વધતા હવે અમદાવાદ જિલ્લાની હદ માં આવી ચૂક્યો છે તેવા અહેવાલ મળી રહ્યા છે.અમદાવાદ જિલ્લા નાં બાવલિયારી વિસ્તાર માં સિંહો ની ઉપસ્થિતિ હોવાના અહેવાલ મળી રહ્યા છે.આ સમાચાર બાદ વન વિભાગ હરકત માં આવ્યું છે.થોડા દિવસ પહેલા સિંહ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર માં હોવાના સમાચાર મળ્યા હતા .વલ્લભીપુર અમદાવાદ જિલ્લાની નજીક હોવાથી એવી સંભાવનાઓ હતી કે સિંહ ટૂંક સમય માં અમદાવાદ જિલ્લામાં દેખાઈ શકે છે.આજે આ ઘટના બની હતી. સિંહ ગુજરાત નું ગૌરવ છે એટલે એની શાન માં કોઈ ગુસ્તાખી નાં કરીએ અને જો જિલ્લા માં દેખાય તો એને કોઈ પણ રીતે હેરાનગતિ નાં કરીએ તેવી વન્ય સંસ્થાઓ તરફથી અપીલ કરવામાં આવી છે.