ન્યુઝ ડે નેટવર્ક.છેલ્લા ૭ દિવસ થી રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં એક ભારતીય વિદ્યાર્થી નું પણ મૃત્યુ થયું છે.વિકાસ નાં માર્ગે હરનફાલ ભરતા આ વિશ્વ ને શું ખરેખર કોઈની નજર લાગી છે અથવા કોઈના ષડયંત્ર નું ભાગ આ યુદ્ધ છે!
આજના પ્રચાર માધ્યમો દ્વારા એક નેરેટિવ ઉભુ કરવામાં આવી રહ્યું છે જેમાં રશિયન પ્રેસિડેન્ટ પુતિન ને યુદ્ધ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે પરંતુ હકીકત બીજી પણ હોય શકે છે. યુદ્ધ શરૂ થયું એનું પ્રમુખ કારણ યુક્રેન નાં રાષ્ટ્રપતિ જેલેન્સ્કી ની નાટો સંગઠન માં શામેલ થવાની જીદ હતી. યુક્રેન ભૂતકાળ માં રશિયાનો જ એક ભાગ હતો.છૂટા પડ્યા બાદ એક સ્વતંત્ર દેશ તરીકે યુક્રેન મુક્ત રીતે ચાલતો આવ્યો છે .
શું છે નાટો સંગઠન જેનાથી રશિયા ને વાંધો છે?
નાટો સંગઠન એ યુરોપીય પશ્ચિમી દેશો નું એક એવો ગુટ છે જેમાં સંગઠન નાં ભાગ એવા કોઈ પણ દેશ પર હુમલા નાં સંજોગોમાં બાકી બધા દેશ એક થઈ સેન્ય કાર્યવાહી કરતા હોય છે.પણ આ સંગઠન નું ભૂતકાળ એક તરફ નિર્ણય કરતાં હોવાના પુરાવા આપે છે.જેનાથી રશિયા ને વાંધો છે.રશિયા નથી ઇચ્છતું કે એની સરહદો પાસે નાટો આવીને ઊભું રહે કારણ કે આ એક અઘોષિત દાદાગીરી થઈ જશે.યુક્રેન ને નાટો માં સમ્મિલિત નાં થવા માટે છેલ્લા કેટલાય સમય થી રશિયા દ્વારા સમજાવવામાં આવી રહ્યું હતું.પરંતુ રાજકારણ માં એક બિનઅનુભવી એવા યુક્રેનના પ્રમુખ જેલેંસ્કી પોતાની હઠ પર કાયમ રહ્યા જેનાથી આજે આ યુદ્ધ નો માહોલ સર્જાયો છે.
જેલેંસકી એક બિન અનુભવી અને ફૂલ ટાઈમર નતા એવા રાજકારણી:
રશિયા યુક્રેન યુદ્ધ માં કોઈની નિર્ણય ક્ષમતા પર પ્રશ્નાર્થ છે તો એ યુક્રેન નાં પ્રમુખ જેલેનસ્કી ની નિર્ણય ક્ષમતા પર છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે જેલેનેસ્કી પ્રમુખ થયા પહેલા માત્ર એક એક્ટર- કોમેડિયન હતા.એક વેબ સિરીઝ – સેરવેન્ટ ઓફ પબ્લિક નામ ની સિરીઝ થી એ યુક્રેન નાં લોકો માં પ્રસિદ્ધ થયા.સિરીઝ માં નાયક ફિલ્મ ની જેમ એ એક દિવસ નાં રાષ્ટ્રપતિ બને છે. આ પ્રસિદ્ધિ નાં હિસાબે 2019 ની ચૂંટણીઓ માં જેલેનસ્કી યુક્રેન નાં પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા.આ રીતે જોવા જઈએ તો આપડે ત્યાં સાઉથ નાં દરેક રાજ્ય નાં સીએમ પદ પર સાઉથ એક્ટર જોરદાર લીડ થી જીતે એવી સ્થિતિ બને પરંતુ ભારત ની પ્રજા લોકતાંત્રિક રીતે ઘણી પરિપક્વ છે.બીજી મહત્વની બાબત એ છે કે યુક્રેન ની ઘટના એ ફૂલ ટાઇમ રાજકારણી અને વાઈલ્ડ કાર્ડ થી એન્ટ્રી પામનારા બિન અનુભવી રાજકારણી નાં અંતર વચ્ચે ભેદ ખુલ્લો મૂકી દીધો છે. આજે યુક્રેન ભડકે બળી રહ્યું છે તેમાં બિન અનુભવી રાજકારણી દ્વારા લીધેલા નિર્ણયો જ જવાબદાર ગણી શકાય. તેવી જ રીતે આપડી પ્રજાએ પણ આવા આંદોલન થકી રાજકારણ માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેનારા લોકો થી ચેતવું.કારણ કે નિર્ણય ક્ષમતા નો અનુભવ મહત્વપૂર્ણ છે.
જો બાઈડન – વિશ્વ ને ૨ ભાગ માં વહેંચીને રાજ કરવાની કામના:
જો બાઈડન અમેરિકા નાં વર્તમાન પ્રમુખ. જેઓ ચૂંટાયા તેના પહેલા જ અમેરિકા માં તમાશા થયા હતાં.અફગાનિસ્તાન માં પ્રજા ને મહામારી ની જેમ હાર્ડ હ્યુમિનીટી નાં ભરોસે છોડી ને સેન્ય પાછું બોલાવનાર અમેરિકી પ્રમુખ. અમેરિકન સેન્ય દ્વારા ૨૦ વર્ષો માં પહેલા તો અફઘાન પ્રજા સુરક્ષા માટે ડિપેન્ડ બનાવ્યું અને એક ઝાટકે છોડી દીધું.જ્યારે અમેરિકન સેના અફઘાન માં થી નીકળી ત્યારના દૃશ્યો હજુ તાજા છે.લોકો પ્લેન નાં ટાયર પર લટકીને જીવ બચાવવા નીકળેલા અને જમીન પર પટકાઈ મૌત ને ભેટ્યા.અફઘાન માં નીકળવા ની જલ્દી કે ભય જે કઈ હોય તેમાં જો બાઈડન ની સેના ઉતાવળ માં તાલિબાની ઓને ભેટ આપતી ગઈ અત્યાધુનિક શસ્ત્ર ભંડાર. તાલિબાની ને જે જોઈતું હતું મળ્યું.કદાચ આ જ શસ્ત્રો કાલે પીઓકે માં તાલિબાની આતંકીઓ ઉપયોગ કરે તો બાઈડન ખાલી ચેતવણી આપી સંતોષ માનશે.એક વાત નિશ્ચિત છે કે બાઈડન નાં આવ્યા બાદ વિશ્વ અશાંત બન્યું છે.જેમાં એમની ગંદી રાજ રમત જવાબદાર છે.અને રશિયા યુક્રેન યુદ્ધ નાં મુખ્ય વિલન કોઈને કહી શકાય તો એ બાઈડન છે.એમની એક બિન અનુભવી પ્રમુખ ને નાટો માં લાવવા ઉકસાવવું,રશિયા સામે મેદાને પડવા ચઢાવવું અને પછી તમાશો જોવાની નીતિ એ જ આજે રશિયા યુક્રેન નાં લોકોને મરવા મારવા પર ઉતારું બનાવ્યા છે.હવે આનાથી પણ અટકતું નથી તાઇવાન માં એકસ આર્મી જવાનો મોકલીને ચીન અને તાઇવાન વચ્ચે પણ તણાવ ઉભુ કરવા આમની મેહનત ચાલુ છે.
રશિયન પ્રમુખ પુતિન:
રશિયા નાં વર્તમાન પ્રમુખ પુતિન છેલ્લા ૨૦ વર્ષો થી સત્તા પર આસીન છે.KGB નાં જાસૂસ તરીકે કામગીરી કરી ચૂકેલા પુતિને રશિયા ને તૂટતાં જોયું છે.સત્તા નું કાર્યભાર સંભાળ્યા બાદ પુતિને રશિયા ને આર્થિક રીતે મજબૂત કર્યું ,શસ્ત્રો ની દૃષ્ટિએ રશિયા ને પહેલા સ્થાને મૂક્યું અને “રિયુનીફિકેશન” ની કાર્યવાહીઓ કરી છે.પોતાની નજરો સામે રશિયા ના ટુકડા થતાં જોનારા પુતિને રશિયા ને ફરી એક કરવા ની કામગીરી કરી એ પણ ધીરજ થી બધી નીતિઓ અપનાવીને. આજે જે ધીરજ ખૂટી એમાં સમજાવટ બાદ પણ ફૂલ ટાઈમર રાજકારણી નથી એવા યુક્રેન પ્રમુખ ની હઠ સામે.
યુક્રેન ને નાટો માં સમાવવા ઉતાવળ પણ ભારત ને સુરક્ષા પરિષદ માં સ્થાયી સભ્યપણ માટે કેટલી પ્રતીક્ષા:
આજે વિશ્વ ને ૨ ભાગો માં વહેચનારા રશિયા યુક્રેન યુદ્ધ માં મોટું કારણ નાટો માં સમ્મિલિત થવાની પ્રક્રિયા છે.પણ આપડા દેશ ને વર્ષોથી સુરક્ષા પરિષદના કાયમી સભ્ય પદ માટે પ્રતીક્ષા કરાવવામાં આવી રહી છે. ચીન ભલે વિરોધ નોંધાવી રહ્યો છે પણ જો અમેરિકા એ નાટો જેટલી ઉતાવળ ભારત ને સુરક્ષા પરિષદ માં સમાવવા કરી હોત તો વિશ્વ શાંતિ માટે મોટું કામ કર્યું હોત.હા કદાચ શસ્ત્રો નાં ખરીદદાર ઓછા જરૂર થયા હોત.
ભારત માટે કોણ લાભકારી રશિયા કે યુક્રેન?
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ માં યુક્રેન દ્વારા ભારત નાં વડાપ્રધાન ની મદદ માંગવામાં આવી એ ભારત ની વધેલી તાકત તો બતાવે છે પણ સામે ભૂતકાળ નાં અનુભવો યુક્રેન નાં ખરાબ જ રહ્યા છે. પરમાણુ પરીક્ષણ હોય કે ૩૭૦ નાબૂદી દરેક વખતે યુક્રેન દ્વારા ભારત નાં વિરોધ માં જઇ ને વોટ કર્યું છે.જ્યારે સામે પક્ષે રશિયા એ દરેક બાબત માં ભારત નું સમર્થન કર્યું છે.ભારત ને શસ્ત્રો પૂરા પાડવામાં પણ રશિયા મોખરે છે.૧૯૭૧ નાં યુદ્ધ માં પણ રશિયા ભારત ની પડખે ઊભો રહ્યો છે.યુક્રેન દૂર દૂર સુધી ક્યાંય પણ ભારત સાથે નથી રહ્યો.
પણ જો વાત નીતિ ની આવે તો આ દેશ ભગવત ગીતા નાં માર્ગ પર ચાલનારો દેશ છે.દુર્યોધન નાં એહસાન તળે કર્ણ બની પોતાનો જીવ પણ નહિ આપે અને અર્જુન બની શાંતિ માટે કોઈને હણવામાં પાછો પણ નહિ પડે.