જો યુદ્ધ છે, તો તે સત્ય માટે હોવું જોઈએ, સ્વાર્થ માટે નહીં’, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ પર RSSની પ્રતિક્રિયા.
ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા તહેરાન પર સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખમેનીનું મોત થયું છે. હવે ઈરાને પણ જવાબી કાર્યવાહી કરી છે અને ઘણા ખાડી દેશોમાં સ્થિત અમેરિકન ઠેકાણા પર હુમલો કર્યો છે. હાલમાં મધ્ય પૂર્વમાં ખૂબ જ તંગદિલીભર્યું વાતાવરણ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ પ્રતિક્રિયા આપી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત થાય. યુદ્ધ હોય તો પણ તે સત્ય માટે હોવું જોઈએ અને સ્વાર્થ માટે નહીં. તેમણે કહ્યું કે, જે લોકો યુદ્ધમાં ફસાયેલા છે, જેઓ હાલમાં અન્ય દેશોમાં છે, તેઓ જલ્દી સુરક્ષિત પરત ફરે.


