મીર યાર બલોચે લગાવ્યા પાકિસ્તાન આર્મી પર ગંભીર આરોપ
બલૂચિસ્તાનના અલગતાવાદી નેતા મીર યાર બલોચે પાકિસ્તાન આર્મી પર ગંભીર આરોપ લગાવ્યા છે. મીરે દાવો કર્યો છે કે અસીમ મુનીરની આગેવાની હેઠળની સેના બલૂચ લોકો વિરુદ્ધ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી રહી છે. લાંબા સમયથી બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ દેશ બનાવવાની માંગ કરી રહેલા મીર યારનું કહેવું છે કે પાકિસ્તાની સેનાએ બલૂચ લોકોનું લોહી વહેવડાવવામાં તમામ હદો વટાવી દીધી છે. દુનિયાએ આ તરફ ધ્યાન આપવાની અને અસીમ મુનીરને જવાબદાર ઠેરવવાની જરૂર છે.
મીર યારે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે બલૂચિસ્તાનના ઘણા વિસ્તારોમાં કરવામાં આવેલા અનેક ડ્રોન હુમલાના પુષ્ટિ થયેલા અહેવાલો મળ્યા છે. અમે આંતરરાષ્ટ્રીય શસ્ત્ર નિષ્ણાતો અને સંબંધિત તપાસ સંસ્થાઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા અને પાકિસ્તાન દ્વારા રાસાયણિક હથિયારોના ઉપયોગનું સ્વતંત્ર રીતે મૂલ્યાંકન કરવા વિનંતી કરીએ છીએ.


