મુંબઈ હુમલા માટે ઝરદારી ના પી એ નો મોટો દાવો

મુંબઈ હુમલા માટે ઝરદારી ના પી એ નો મોટો દાવો

ન્યુઝડે નેટવર્ક,પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના ભૂતપૂર્વ સલાહકાર અને વર્તમાન પ્રવક્તા ફરહતુલ્લા બાબરે 2008ના મુંબઈ હુમલા (26/11) અંગે મોટો દાવો કર્યો છે. તેમણે પોતાના નવા પુસ્તકમાં લખ્યું છે કે તેમના પાછલા કાર્યકાળ દરમિયાન ભારત સાથે શાંતિ પુનઃસ્થાપિત કરવાના ઈરાદા સાથે ઝરદારીએ પરમાણુ શસ્ત્રોનો પ્રથમ વખત ઉપયોગ ન કરવાની ઓફરથી પાકિસ્તાની સેનાની ગુપ્તચર સંસ્થા ISI નારાજ થઈ ગઈ હતી અને થોડા જ દિવસોમાં મુંબઈ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો.