હિન્દૂ મહિલાઓ ને ટાર્ગેટ બનાવવાની આતંકી મસૂદ ની યોજના

હિન્દૂ મહિલાઓ ને ટાર્ગેટ બનાવવાની આતંકી મસૂદ ની યોજના

ન્યુઝડે નેટવર્ક,પાકિસ્તાનનો ખતરનાક આતંકવાદી મસૂદ અઝહર ફરી એકવાર ખતરનાક ષડયંત્ર રચી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ એક ‘મહિલા બ્રિગેડ’ બનાવી રહ્યું છે જે ભારતમાં ‘હિંદુ મહિલાઓ’ અને મહિલા પત્રકારોને નિશાન બનાવશે.

બહાવલપુરમાં મરકઝ ઉસ્માન-ઓ-અલી ખાતે ધાર્મિક ઉપદેશમાં, અઝહરે બ્રિગેડની યોજનાઓની માહિતી આપતા કહ્યું કે કેડર્સને વિશેષ તાલીમ આપવામાં આવશે અને તેઓ વૈશ્વિક જેહાદમાં જોડાશે. મસૂદ અઝહર આ મહિલા બ્રિગેડની જવાબદારી પોતાની બહેનને આપવા જઈ રહ્યો છે.