મુંબઈ હાઇકોર્ટ નો મહત્વપૂર્ણ ચુકાદો
ન્યુઝડે નેટવર્ક,લવ મેરેજને લઈને બોમ્બે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે વાકોલા પોલીસ અધિકારીઓને લઘુમતી સમુદાયની એક મહિલા (31)ને મહારાષ્ટ્રની બહારની જગ્યાએ પરત લઈ જવાનો નિર્દેશ આપ્યો છે જ્યાં તે તેના મિત્ર સાથે રહે છે. મહિલા તેના મિત્ર સાથે બીજા ધર્મના લગ્ન કરવા માંગતી હતી. પરિવારના સભ્યો તેનો વિરોધ કરતા હતા, ત્યારબાદ તેણે ઘર છોડી દીધું હતું. મહિલા તેના પિતા વતી દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અરજીમાં 10 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થઈ હતી. જસ્ટિસ સારંગ કોટવાલ અને શ્યામ ચાંડકે કહ્યું કે તે પુખ્ત છે. તે પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે.

