યુપી ના લખનૌ માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક્શન માં DGP
ન્યુઝડે નેટવર્ક
,લખનૌમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરતા યુપીના ડીજીપી રાજીવ કૃષ્ણાએ ત્રણ જિલ્લાના 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ તમામ ડ્રાઈવરો પાસેથી લાંચ લેતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં ચિત્રકૂટ, બાંદા અને કૌશામ્બીના એસએચઓ, સબ-ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.


